છોકરીએ પછી કહ્યું કે , મારે એક વાત કરવી છે . આપણે મળ્યા એ પહેલાં હું તારા પહેલાં લગ્ન જેની સાથે થયાં હતાં એ છોકરીને મળી હતી ! છોકરાએ પૂછ્યું , તારે શું જાણવું હતું ? મને પણ પૂછી શકી હોત ! છોકરીએ કહ્યું , મારે તારી પાસેથી નહીં , એની પાસેથી જાણવું હતું ! છોકરીએ કહ્યું , મારે એ જાણવું હતું કે , તમે છૂટો કવી રીતે પડ્યાં ? એ છોકરીએ મને કહ્યું કે , અમે બહુ ગ્રેસફૂલ્લી છુટાં પડ્યાં છીએ . અમને બંનેને ખબર પડી ગઈ હતી કે આપણે એકબીજા સાથે રહી શકીએ એમ નથી. અમે વાત કરી. છૂટા પડવાનું નક્કી કર્યું . એકબીજાથી દુર જતી વખતે બંનેએ એકબીજાને શુભકામનાઓ પાઠવી. છોકરાએ પુછ્યું, આવુ જાણવાની તને કેમ ઇચ્છા થઈ હતી ? છોકરીએ કહ્યુ કે , મેં જેની સાથે લગ્ન કર્યા હતાં એણે મને શાંતિથી જવા દીધી ન હતી. બહુ હેરાન કરી. મને ત્યારે એક વાત સમજાઈ કે, જે વ્યક્તિને છુટા પડતાં ન આવડતું હોય એ વ્યક્તિ સારી રીતે મળી શકતી નથી. માણસનો ગ્રેસ એ કેવી રીતે મળે છે એનાથી નહીં, પણ કેવી રીતે છુટા પડે છે એનાથી મપાતો હોય છે.
જિંદગીમાંથી આપણે સારું - નરસું તારવતા રહીએ છીએ. એ પછી કોને સાચવી રાખીએ છીએ ? એક લેડીએ કહ્યું હતું કે , દૂધ ફાટી જાયને તો એમાંથી પનીર બનાવી લેવાનું ! ફાટેલા દૂધને ભૂલી પનીરને એન્જોય કરવાનું . જિંદગીમાં એટલું બધું પણ ખરાબ થયું હોતું નથી કે , આપણે દુઃખી જ થતા રહીએ . ભરાઈ ગયેલી પાટીમાં લખાયેલું ભૂંસીએને તો જ નવું લખી શકાય ! વાંચવું ગમે એવું ન હોય એને ભૂંસીને પાટી કોરી કરી દો . નવું લખવા જેવું જિંદગીમાં કંઈ ઓછું નથી હોતું !
છેલ્લો સીનઃજિંદગી સારી અને નરસી ઘટનાઓનો સરવાળો છે. તમને બાદબાકી કરતા આવડવું જોઈએ . શું બાદ કરવાનું છે એ શીખી લેવાનું હોય છે !
...The End...

સરસ ભાઈ 👌👌👌
ReplyDeleteThx bro
DeleteGood story
ReplyDeleteThx dear
DeleteVery very best story
ReplyDeleteThx dear
DeleteGood next try
ReplyDeleteYaa
Delete