Skip to main content

Posts

तुलना (comparison)...

                           किसीने बड़ी कमाल की बात कहीँ है कि, "हर जगह इत्र ही नहीं महका करते, कभी कभी शख्सियत भी खुश्बू दे जाती हैं।"         एक बार एक जंगल में एक कौआ रहता था। कौआ बड़ा खुश था अपनी जिंदगी में, जो कुछ उसे मिलता था उसमें खुश था। दाना खाके घर आ जाता था, अपने घोंसले में रहता था, सब कुछ बढ़िया चल रहा था।          लेकिन एक दिन उसने गलती से एक सुन्दर सफ़ेद पक्षी को देख लिया, उसने सोचा की कोन हैं जो मुझसे ज्यादा चमकदार हैं। तो वो बात करने के लिए उस पक्षी के पास पंहुचा।         जाकर के पूछा की, "भाई तुम्हारा नाम क्या हैं ?" उस पक्षी ने बोला की, "मेरा नाम हंस हैं।" कौए ने कहा की, "भाई तुम तो बड़े खुश रहते होंगे, तुम तो इतने चमकदार हो, सफ़ेद हो, मुझे देखो बिलकुल काला हूँ।" तो हंस ने कहा कि, "नहीं में भी पहले यही सोचता था कि में दुनिया का सबसे सुंदर पक्षी हूँ लेकिन जबसे मेने तोते को देखा है मुझे लगता हैं कि तोते जितना सुन्दर कोई नहीं।" कौ...
Recent posts

ચિંતનની પળે ભાગ-૩

     છોકરીએ પછી કહ્યું કે , મારે એક વાત કરવી છે . આપણે મળ્યા એ પહેલાં હું તારા પહેલાં લગ્ન જેની સાથે થયાં હતાં એ છોકરીને મળી હતી ! છોકરાએ પૂછ્યું , તારે શું જાણવું હતું ? મને પણ પૂછી શકી હોત ! છોકરીએ કહ્યું , મારે તારી પાસેથી નહીં , એની પાસેથી જાણવું હતું ! છોકરીએ કહ્યું , મારે એ જાણવું હતું કે , તમે છૂટો કવી રીતે પડ્યાં ? એ છોકરીએ મને કહ્યું કે , અમે બહુ ગ્રેસફૂલ્લી છુટાં પડ્યાં છીએ . અમને બંનેને ખબર પડી ગઈ હતી કે આપણે એકબીજા સાથે રહી શકીએ એમ નથી. અમે વાત કરી. છૂટા પડવાનું નક્કી કર્યું . એકબીજાથી દુર જતી વખતે  બંનેએ એકબીજાને શુભકામનાઓ પાઠવી. છોકરાએ પુછ્યું, આવુ જાણવાની તને કેમ ઇચ્છા થઈ હતી ? છોકરીએ કહ્યુ કે , મેં જેની સાથે લગ્ન કર્યા હતાં એણે મને શાંતિથી જવા દીધી ન હતી. બહુ હેરાન કરી. મને ત્યારે એક વાત સમજાઈ કે, જે વ્યક્તિને છુટા પડતાં ન આવડતું હોય એ વ્યક્તિ સારી રીતે મળી શકતી નથી. માણસનો ગ્રેસ એ કેવી રીતે મળે છે એનાથી નહીં, પણ  કેવી રીતે છુટા પડે છે એનાથી મપાતો હોય છે.         જિંદગીમાંથી આપણે સારું - નરસું તારવતા રહીએ છીએ. એ પછી...

ચિંતનની પળે ભાગ-૨

                   ફિલોસોફરે પૂછ્યું . પપ્પાના બધા રિપોર્ટ્સ નોર્લમ આવ્યા ? યુવાને કહ્યું . હા , તદ્દન નોર્મલ . ફિલોસોફરે કહ્યું , એનો મતલબ એ જ થયો ને કે કંઈ ખરાબ ન થયું . હવે ખરાબ થયું એ સારું થયું ન ગણાય ? પપ્પા પડી ગયા અને મુસીબત ગણે છે , પણ રિપોર્ટ નોર્મલ આવ્યા એને તું મગજમાં લેતો નથી ! જિંદગીમાં ઘણું સારું થતું હોય છે , એને આપણે સારું માનતા જ નથી . કોઈ ઘટનાને આપણે કઈ રીતે સમજીએ તીએ એ પણ ઘણી વખત આપણા સુખ કે દુઃખનું કારણ બનતી હોય છે !          જિંદગીની ઘટનાઓમાંથી અમુક ભૂલી જવા જેવી હોય છે . ડિલીટ મારવા જેવી ઘટનાઓ ઉપર ચોકડી મૂકતા આવડવું જોઈએ . સ્મરણો પણ સુખ અને દુઃખ માટે જવાબદાર હોય છે . અમુક ખરાબ યાદોને ખંખેરવી પડે ઘણા લોકો આઝાદ થયા પછી પણ મુક્ત થઈ શકતા નથી . વહી ગયેલા પાણીને પકડી રાખવાનો પ્રયાસ વ્યર્થ હોય છે . જિંદગીની અમક ઘટના અફસોસ થાય એવી પણ હોય છે . કેટલો અફસોસ કરવો અને ક્યાં સુધી અફસોસ , કરવો એ આપણા હાથની વાત હોય છે . બે મિત્રોની વાત છે . બંને એક કંપનીમાં જોબ કરે . એનો બોસ માથાભારે હતો . નાની ...

ચિંતનની પળે ભાગ-૧

      આપણી જિંદગીમાં દરરોજ કોઈને કોઈ ઘટના બનતી રહે છે. આપણે એ ઘટના પર સારી કે ખરાબનું લેબલ મારી દઈએ છીએ . દરેક ઘટનાને આપણે આપણી રીતે મૂલવતા રહીએ છીએ . કોઈ ખરાબ ઘટના ભવિષ્યમાં સારી પણ લાગવા માંડતી હોય છે . એ ઘટના ન બની હોત તો આ ઘટના ન ઘટી હોત . આપણે કોઈ ઘટનાને માત્ર એક ઘટના તરીકે સ્વીકારી જ નથી શકતા . સીધા જ એમાં ફાયદા - ગેરફાયદાનું વિચારીએ છીએ . નાની - નાની ઘટનાઓથી આપણે ડિસ્ટર્બ થઈ કે જઈએ છીએ . આપણને બધું જ આપણી અનુકૂળતા મુજબનું જોઈએ છે .         એક યુવાન બાઇક લઈને જતો હતો . પહોંચવાની ઉતાવળ હતી . બાઇકમાં પંક્યર પડ્યું . એનો મૂડ ખરાબ થઈ ગયો . આપણે કોઈ ખરાબ ઘટના બને એ સ્વીકારવી તો પડતી જ હોય છે . એમાં આપણું કંઈ ચાલવાનું જ હોતું નથી . આપણે એને કેવી રીતે સ્વીકારીએ છીએ તેના ઉપર આપણાં સુખ - દુઃખનો આધાર રહેતો હોય છે , ડિસ્ટર્બ થઈને આપણો મૂડ અને મગજ જ ખરાબ કરતા હોઈએ છીએ , યુવાન પંક્યર કરાવવાવાળા પાસે ગયો . પંક્યર કરવાવાળો પંક્ચર કરતો હતો ત્યારે આ યુવાન બળાપો ઠાલવતો હતો ખરા સમયે જ આવું બધું થાય છે . નવરાં હોઈએ ત્યારે કંઈ ન થાય . ઉતાવળ હોય ત્યારે જ અડચણ ...