ફિલોસોફરે પૂછ્યું . પપ્પાના બધા રિપોર્ટ્સ નોર્લમ આવ્યા ? યુવાને કહ્યું . હા , તદ્દન નોર્મલ . ફિલોસોફરે કહ્યું , એનો મતલબ એ જ થયો ને કે કંઈ ખરાબ ન થયું . હવે ખરાબ થયું એ સારું થયું ન ગણાય ? પપ્પા પડી ગયા અને મુસીબત ગણે છે , પણ રિપોર્ટ નોર્મલ આવ્યા એને તું મગજમાં લેતો નથી ! જિંદગીમાં ઘણું સારું થતું હોય છે , એને આપણે સારું માનતા જ નથી . કોઈ ઘટનાને આપણે કઈ રીતે સમજીએ તીએ એ પણ ઘણી વખત આપણા સુખ કે દુઃખનું કારણ બનતી હોય છે !
જિંદગીની ઘટનાઓમાંથી અમુક ભૂલી જવા જેવી હોય છે . ડિલીટ મારવા જેવી ઘટનાઓ ઉપર ચોકડી મૂકતા આવડવું જોઈએ . સ્મરણો પણ સુખ અને દુઃખ માટે જવાબદાર હોય છે . અમુક ખરાબ યાદોને ખંખેરવી પડે ઘણા લોકો આઝાદ થયા પછી પણ મુક્ત થઈ શકતા નથી . વહી ગયેલા પાણીને પકડી રાખવાનો પ્રયાસ વ્યર્થ હોય છે . જિંદગીની અમક ઘટના અફસોસ થાય એવી પણ હોય છે . કેટલો અફસોસ કરવો અને ક્યાં સુધી અફસોસ , કરવો એ આપણા હાથની વાત હોય છે . બે મિત્રોની વાત છે . બંને એક કંપનીમાં જોબ કરે . એનો બોસ માથાભારે હતો . નાની - નાની વાતમાં બંનેને હેરાન કરે . દરરોજ ખિજાયા વગર એને ચાલતું જ નહીં . બંને મિત્રો આ જોબથી કંટાળી ગયા હતા . થયું એવું કે , બંનેને એકસાથે બીજે જોબ મળી . આ જોબથી છૂટકારો મળશે એનો આનંદ બંનેના ચહેરા પર ઝળકતો હતો . જોબનો છેલ્લો દિવસ હતો . જુદા પડતી વખતે બંને થોડી વાર સાથે બેઠા , એક મિત્રએ કહ્યું , આ બોસને હું આખી જિંદગી ભૂલવાનો નથી ! આ વાત સાંભળીને બીજા મિત્રએ કહ્યું કે , હું તો આજનો સ પૂરી થાય એટલે તરત જ અને ભૂરા જવાનો છે . આવો કોઈ કરીશ ? તારી માણસ મરી જદગીમાં માવ્યો પણ યાદ રાખવાનો નથી .તું એને યાદ કરીને શું કરીશ ? તારી પાસે બીજું કંઈ યાદ રાખવા જેવું નથી ? આપણે જિંદગીમાં કેટલું બધું ઘૂંટતા રહીએ છીએ ? જે ઘૂંટતા રહે છે એ જ ઘૂંટાયા રાખતા હોય છે . જિંદગી તમને એ તક તો આપતી જ હોય છે કે તમે તમારી પસંદગીનું યાદ રાખો અને ન ગમતું ભૂલી જીવ , સમજદારી એ બીજું કંઈ નથી , પણ તમે શું અને કેવું વાગોળતા રહો છો એની આવડત છે.
જિંદગીમાં સારા નરસા લોકો આવતા જ રહેવાના . અમુક સંબંધો બંધાય ત્યારે સારા લાગતા હોય છે ધીમે ધીમે અસલિયત સામે આવતી જાય છે . માણસની પરખ પણ ક્યાં ઘડીકમાં થતી હોય છે ? દોસ્તી અને પ્રેમમાં પણ આવું થતું જ રહેવાનું છે . આપણને જુદા પડતા પણ ક્યાં સરખું આવડતું હોય છે ? માણસ નવી સ્થિતિ કે નવી વ્યક્તિ સાથે એટેચ નથી થઈ શકતો એનું એક કારણ એ પણ હોય છે કે એ જૂના સમય અને જૂની સ્થિતિથી ડિટેચા થતો હોતો નથી . એક છોકરો અને એક છોકરી લગ્ન માટે મળ્યાં . બંનેના એક વખત ડિવોર્સ થઈ ગયા હતા . એક વખત પછડાટ ખાધા પછી માણસ બીજા પ્રયાસમાં ડરતો રહે છે . એ બંનેએ વાતો કરી . છોકરાએ છોકરીને કહ્યું કે , તારે કંઈ પૂછવું છે ? છોકરીએ કહ્યું , એક વાત પૂછવી છે ! તું તારા અગાઉના સંબંધથી હન્ડેડ પર્સન્ટ ડિટેચ થઈ ગયો . છે ને ? કોઈ ભાર , કોઈ અફસોસ કે કોઈ ફરિયાદ તો નથી ને ? છોકરાએ કહ્યું , ના નથી , હું મુક્ત થઈ ગયો છું . એક નવા પ્રયાસ તરફ આગળ વધુ છું .
છોકરીએ પછી કહ્યુ...To be continue in part-3

very interesting story
ReplyDeleteThx dear
Delete