આપણી જિંદગીમાં દરરોજ કોઈને કોઈ ઘટના બનતી રહે છે. આપણે એ ઘટના પર સારી કે ખરાબનું લેબલ મારી દઈએ છીએ . દરેક ઘટનાને આપણે આપણી રીતે મૂલવતા રહીએ છીએ . કોઈ ખરાબ ઘટના ભવિષ્યમાં સારી પણ લાગવા માંડતી હોય છે . એ ઘટના ન બની હોત તો આ ઘટના ન ઘટી હોત . આપણે કોઈ ઘટનાને માત્ર એક ઘટના તરીકે સ્વીકારી જ નથી શકતા . સીધા જ એમાં ફાયદા - ગેરફાયદાનું વિચારીએ છીએ . નાની - નાની ઘટનાઓથી આપણે ડિસ્ટર્બ થઈ કે જઈએ છીએ . આપણને બધું જ આપણી અનુકૂળતા મુજબનું જોઈએ છે .
એક યુવાન બાઇક લઈને જતો હતો . પહોંચવાની ઉતાવળ હતી . બાઇકમાં પંક્યર પડ્યું . એનો મૂડ ખરાબ થઈ ગયો . આપણે કોઈ ખરાબ ઘટના બને એ સ્વીકારવી તો પડતી જ હોય છે . એમાં આપણું કંઈ ચાલવાનું જ હોતું નથી . આપણે એને કેવી રીતે સ્વીકારીએ છીએ તેના ઉપર આપણાં સુખ - દુઃખનો આધાર રહેતો હોય છે , ડિસ્ટર્બ થઈને આપણો મૂડ અને મગજ જ ખરાબ કરતા હોઈએ છીએ , યુવાન પંક્યર કરાવવાવાળા પાસે ગયો . પંક્યર કરવાવાળો પંક્ચર કરતો હતો ત્યારે આ યુવાન બળાપો ઠાલવતો હતો ખરા સમયે જ આવું બધું થાય છે . નવરાં હોઈએ ત્યારે કંઈ ન થાય . ઉતાવળ હોય ત્યારે જ અડચણ આવતી હોય છે . પંક્ચરને અત્યારે જ પડવાનું હતું . પંક્યરવાળાએ બધી વાત સાંભળીને કહ્યું કે , ભગવાનનો આભાર માનો કે પંક્યર પડ્યું . યુવાને કહ્યું કે , એમાં આભાર માનવા જેવું શું છે ? પંક્ચર કરનારે કહ્યું કે , ટાયરની જે હાલત છે એ જોતાં એવું જ લાગે છે કે , ટાયર ફાટ્યું હોત ! તમે વિચાર કરો તમે સ્પિડમાં જતા હોત અને ટાયર ફાટ્યું હોત તો શું થાત ? અચાનક બાઇક ફંગોળાત અને એક્સિડન્ટ થઈ જત ! આ તો માત્ર પંક્યર જ પડ્યું છે . તમે બચી ગયા છો !
આપણી માનસિક્તા પણ કેવી હોય છે ? જો વધુ ખરાબ થવાનું હતું એ ખબર પડે તો આપણે ઓછું ખરાબ થયું એને પણ સારું માનવા લાગીએ છીએ . બીજા એક યુવાનની વાત છે . એ બાઇક પર જતો હતો . સ્લીપ થયો . પગમાં વાગ્યું. સોજો ચડી ગયો . સખત પેઇન થતું હતું . તેને થયું કે , ફ્રેક્ચર થયું લાગે છે . પંદર દિવસનો ખાટલો આવશે . દવાખાને ગયો . ડૉક્ટરે એક્સ - રે લીધો . તેને કહ્યું કે , ફ્રેક્ચર નથી. યુવાનને હાશ થઈ ! થેંક ગોડ , ફ્રેક્ચર તો નથી ! આપણે આપણી સાથે બનતી ઘટનાઓને કેમ વધુ ગંભીર ઘટનાઓ સાથે જ સરખાવતા હોઈએ છીએ ? કદાચ એટલા માટે કે આપણને તેનાથી આશ્વાસન મળતું હોય છે ! અગેઇન , આપણે ઘટનાને ઘટના તરીકે તો જોતા હોતા જ નથી . જિંદગી છે . ઘટનાઓ બનવાની છે . એ સારી પણ હોવાની અને ખરાબ હોવાની .
એક છોકરી સંત પાસે ગઈ . તેણે સંતને પુછ્યું , આપણી જિંદગીમાં સારી અને નરસી ઘટનાઓ બનતી રહે છે , એમાં શું ધ્યાન રાખવાનું ? સંતે કહ્યું , જે ઘટના આપણને સારી લાગે એને લંબાવવાની અને જે ઘટના ખરાબ લાગે એને ટૂંકાવવાની. સારી ઘટનાને સ્ટ્રેચ કરો . ખરાબ ઘટનાને સંકોચો . કંઈક સારું થાય તો એ સમયને લંબાવો . થોડોક વધુ આનંદ લેવાનો પ્રયાસ કરો, ખુશી અને આનંદનો નશો ઘડીકમાં ઊતરવા ન દો . આપણે શું કરીએ છીએ ? સારી ઘટનાઓને ઝડપથી ભૂલી જઈએ છીએ . ખરાબ ઘટનાને પંપાળ્યા રાખીએ છીએ . હકીકતે ઊંધું કરવાની જરૂર હોય . ખરાબ ઘટના ઝડપથી મગજમાંથી નીકળતી નથી . સારીને કેમ તમે જવા દો છો ? આપણે ઇચ્છીએ એવું જ ક્યારેય થવાનું નથી ઘણું ન ગમે એવું પણ થવાનું છે .
એક યુવાન ફિલોસોફર પાર્સે ગયો . તેણે ફિલોસોફરને કહ્યું કે , કંઈક સારું થાય એના માટે પ્રાર્થના કરો ને ! ફિલોસોફરે પૂછ્યું , કેમ શું થયું યુવાને કહ્યું કે , લાઇફમાં કોઈ ને કોઈ ઇચૂ ચાલતા રહે છે એક માંડ પતે ત્યાં બીજો પ્રોબ્લેમ ઊભો હોય છે . એમાં હમણાં પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ . એમને ચક્કર આવ્યાં અને પડી ગયા દવાખાને લઈ ગયા . બધા રિપોર્ટ્સ કરાવ્યા અમને ડર હતો કે કંઈક ગંભીર હશે જોકે , બધા રિપોટર્સ નોર્મલ આવ્યા . આવું બધું જ ચાલ્યા રાખે છે . ફિલોસોફર હસવા લાગ્યા ! યુવાને પૂછ્યું , કેમ હસો છો ?
ફિલોસોફરે કહ્યુ... To be continue..In part-2.

Very Inspiring story...
ReplyDeleteKeep continue...
Also visit my website,
Help2Engineer.com
Thx for support..
DeleteVery nice
ReplyDeleteThx for support
Deleteપ્રેરણા દાયક છે સ્ટોરી...સરસ...
ReplyDelete👌👌👌👌
http://nextlawyer.blogspot.com/
Thanks for support dear
DeleteNice story. Super
ReplyDeleteThx for support
Delete- It's such a nice inspirational story... Can't wait so please immediately post part 2... Thanks
ReplyDeleteThx dear for support and part 2 is already published...
Delete